Your browser does not support JavaScript!

 Help Line

(During working days - 11:00 AM to 5:00 PM)


RTE પ્રવેશ પ્રક્રિયા

ઓનલાઈન અરજી

ઓનલાઈન ફોર્મ ભરો

જિલ્લા મંજૂરી

જિલ્લા દ્વારા ચકાસણી

સીટ ફાળવણી

ઓનલાઈન સીટ ફાળવણી

પ્રવેશ પત્ર પ્રિન્ટ

પ્રવેશ પત્ર ડાઉનલોડ કરો

શાળામાં પ્રવેશ

શાળામાં દસ્તાવેજો સબમિટ કરો

નોટીસ બોર્ડ

RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૪-૨૫ માટે અમાન્‍ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબત ખાસ સૂચના:- તા.૨૧/૦૪/૨૦૨૫ થી તા.૨૩/૦૪/૨૦૨૫ દરમિયાન વેબપોર્ટલ પર ઓનલાઈન અરજીની ટેબ પર ક્લીક કરી આપના અરજી ક્રમાંક અને જન્મ તારીખ વડે અરજીમાં પ્રવેશીને ડૉક્યુમેન્ટ અપલોડ પેજ પર આપની અરજી જે અધૂરા કે ખોટા ડૉક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયેલ છે તે ડૉક્યુમેન્ટ દૂર (DELETE) કરી તે ડૉક્યુમેન્ટની જગ્યાએ નવેસરથી સાચું અને સ્પષ્ટ વાંચી શકાય તેવું ઓરિજિનલ ડૉક્યુમેન્ટ જ અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે.

Posted: 15 May 2025

જે અરજદારોની RTE હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને,  RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્‍ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ અરજદારોને RTE હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવે છે.  RTE પ્રવેશ માટેના બીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોવ તો તાઃ- ૧૫/૦૫/૨૦૨૫, ગુરુવાર થી તાઃ- ૧૭/૦૫/૨૦૨૫,શનિવાર સુધીમાં ઓનલાઈન અરજીનાં ટેબ પર જઈ Edit/View Application માં એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો. જે અરજદારો શાળાઓની પુનઃ પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્‍ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્‍ડની પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે. શાળા પસંદગી માટે નીચેની લિંક નો ઉપયોગ કરશો New

Posted: 15 May 2025

કેટેગરી ક્રમાંક:૯ - આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો (આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.)

Posted: 15 May 2025

RTE પ્રવેશ પ્રક્રિયા પૂરક જાહેરાત અને સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬ માટે)

Posted: 15 March 2025

RTE પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં સુધારો થતા અરજી કરવાનો સમયગાળો લંબાવવા બાબત: શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૬/૦૩/૨૦૨૫ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ હતી. પરંતુ કેટેગરી ક્રમાંક: ૮,૯,૧૧,૧૨ અને ૧૩ના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦ લાખ આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તા. ૧૩/૦૩/૨૦૨૫ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર બન્ને માટે વાર્ષિક રૂ. ૬.૦૦ લાખ (છ લાખ) કરવામાં આવેલ છે. આથી, વાર્ષિક રૂ. ૬ લાખ (છ લાખ) કે તેથી ઓછી આવક ધરાવતા બાળકોના વાલીશ્રીઓ વેબસાઈટ પર તા. ૧૫/૦૪/૨૦૨૫, મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. તથા અન્ય કેટેગરી તથા અગાઉ કોઈ કારણસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમયગાળા દરમિયાન અરજી કરી શકશે.

Posted: 15 March 2025

જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬ માટે)

Posted: 19 February 2025

પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

Posted: 19 February 2025

બધી સૂચનાઓ જુઓ
View More...

આવશ્યક દસ્તાવેજો

  • બાળકનો જન્મ દાખલો
  • બાળક અને માતા-પિતાનો આધાર કાર્ડ
  • આવકનો દાખલો (લાગુ પડતું હોય તો)
  • જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજ બિલ/રેશન કાર્ડ)
સંપૂર્ણ યાદી વાંચો

માતા-પિતા/અભિભાવો માટે સૂચનાઓ

તમામ દસ્તાવેજો અપલોડ કરતાં પહેલાં સ્પષ્ટ રીતે સ્કેન કરેલા હોવા જોઈએ (પ્રતિ દસ્તાવેજ મહત્તમ 500KB)

અરજી અંતિમ સબમિશન પહેલાં સુધારી શકાય છે

દરેક બાળક માટે માત્ર એક અરજી માન્ય રહેશે

1 જૂન 2024 ના રોજ બાળકની ઉંમર 5 વર્ષ 6 મહિના થી 6 વર્ષ વચ્ચે હોવી જોઈએ

સંપૂર્ણ માર્ગદર્શિકા વાંચો